મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ટીમ્બડી ગામના પાટિયા નજીકથી રૂપિયા 20 હજારની કિંમતના હોન્ડા સાઈન મોટર સાયકલ ઉપર સાત લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 140 લઈને નીકળેલા મૂળ અમરાપર(નાગલપર) ગામના ધીરૂભાઇ વાલાભાઇ જખાણીયાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.