સ્થાનિકોએ ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરી ગેરકાયદે દબાણો દૂર કરી અસમાજિકોની રોમિયોગીરીનું ભૂત પણ મનમાંથી ઉતારી નાખવાની માંગ કરી મોરબી : મોરબીના વીસીપરા વિસ્તાર આવેલ સ્માશનની પાસે વર્ષોથી અસામાજીકો ગેરકાયદે દબાણો ખડકીને અસામાજિક પ્રવૃત્તિઓનો અડ્ડો ચલાવતા હોય ઉપરથી ત્યાંથી નીકળતી બહેન દીકરીઓની છેડતી કરતા હોવાથી રોજે - રોજના આ માથાભારે તત્ત્વોના ત્રાસથી ધીરજ ખૂટી ગઈ છે અને ભારે આરાજકતા અને રોમિયોગિરી કરતા આવા તત્વોની શાન ઠેકાણે લાવવા સ્થાનિકોએ તંત્રનું શરણું લીધું છે અને સ્થાનિકોએ ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરી ગેરકાયદે દબાણો દૂર કરી અસમાજિકોની રોમિયોગીરીનું ભૂત પણ મનમાંથી ઉતારી નાખવાની માંગ કરી છે. શહેરના વીસી ફાટક અંદર આવેલા વિસીપરા વિસ્તાર નજીકના સ્મશાન પાસે ઘણા સમયથી કેટલાક અસામાજિક તત્વો ગોરખધંધા કરે છે. આ અસામાજિક તત્વો સ્મશાન પાસે ગોરખધંધાનો અડ્ડો ચલાવે અને અહીંની જમીન પચાવી પાડી બીજા લોકોને ભાડે પણ આપે છે. એટલું જ નહીં આવા તત્વો ભાડે આપીને ઘણા લોકોને સ્ટેમ્પ ઉપર જગ્યાના લખાણ કરી આપે છે. આટલું ઓછું હોય એમ આ અસામાજિક તત્વો ત્યાંથી નીકળતી બહેન-દીકરીઓ સાથે છેડતી કરીને ભારે પજવણી કરે છે. આ સિવાય અહિયાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પણ બેરોકટોક પ્રમાણે ધમધમે છે. તેટગી આવા અસામાજિક તત્વોને ઝેર કરી દબાણો દૂર કરી લોકમેળાની જગ્યા ખુલ્લી કરવાની માંગ ઉઠાવી છે.