મોરબી : માટેલ પ્રાથમિક શાળામાં બાળકોને શિક્ષણ કીટ તેમજ શાળાને ટીવી આપી શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો. માટેલ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત જોબનપુત્રાભાઈ,દાતા દીનેશભાઈ મેરજા,સી.આર.સી.દિવ્યેશ,તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અજયભાઈ, સરપંચ મુન્નાભાઈ દુધરેજીયા,પંચાયતના તમામ સભ્યો તેમજ ગામના લોકોએ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવ ઉત્સવ ઉજવણી હાજર રહ્યા હતાં અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવી હતી અને શાળાને બે 40 ઈંચના સ્માર્ટ ટીવી આપેલ હતા.