મોરબી : જન્મદિવસ પર નિરર્થક ખર્ચ કરવાને બદલે સમાજને ઉપયોગી બનવાના આશયથી યંગ ઇન્ડિયા ગ્રુપના અગ્રણી દ્વારા પુત્રીના જન્મદિવસ નિમિતે શાંતિવન પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ કીટ અને ચોકલેટ આપી જન્મદિવસ ઉજવ્યો હતો. મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપના મનીષભાઈ રાચ્છની પુત્રી ગાથાનો આજે જન્મદિવસ હોવાથી શાંતિવન પ્રાથમિક શાળાના 325થી વધુ બાળકોને ચેક્સવાળી નોટબુક, પેન્સિલ,પેન અને ચોકલૅટ આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.