મોરબીઃ ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિ મોરબી શહેર- જિલ્લાના કન્વીનર અને સહ કન્વીનરની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત માલધારી મહાપંચાયત સમિતિના પ્રમુખ રઘુભાઈ દેસાઈ દ્વારા મોરબી જિલ્લાના કન્વીનર તરીકે રમેશભાઈ રબારી, મનસુખભાઈ રબારીને નિમણૂક આપવામાં આવી છે. તો સહ કન્વીનર તરીકે કરસનભાઈ ભરવાડ તથા ધારા ભાઈ રબારી ની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત મોરબી શહેરના કન્વીનર તરીકે મનોજભાઇ રોગીયા નિમાયા છે.