મોરબી : વરિયા બોર્ડિંગ દ્વારા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ થાન, રાજકોટ, મોરબી, વાંકાનેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે દર શનિ- રવિ ફ્રીમાં ફુલસ્કેપ ચોપડા વિતરણ શરૂ થઈ ગયેલ છે. સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના ધોરણ 5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ અને વાલીઓને જણાવાયુ છે કે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા વિદ્યાર્થી દીઠ ૫ ફુલસ્કેપ ચોપડાનું ફ્રીમાં વરિયા પ્રજાપતિ બોર્ડિંગ,સો -ઓરડી મોરબી -૨ ખાતે દર શનિવાર અને રવિવારે રાત્રે ૯ થી ૧૧ વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાના રિઝલ્ટની ઝેરોક્ષ જમા કરાવવાની રહેશે.તેમ વરિયા પ્રજાપતિ બોર્ડિંગના પ્રમુખ પ્રવીણભાઈ એમ. વારનેશિયા અને મંત્રી નાથાભાઈ સવાડિયાની યાદીમાં જણાવવાયું છે. ધોરણ ૬ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકની મૂળકિમંતના 50% વરિયા બોર્ડિંગ દ્વારા ચૂકવવામાં આવશે. જેનું બિલ વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ મોરબીના નામનું બનાવડાવી રજુ કરવાનું રહેશે. ચોપડા વિતરણ વ્યવસ્થાને લગતી માહિતી માટે નીચે આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કરવો. નાથાભાઈ સવાડિયા મો. નં.9428277298, બચુભાઈ ઘુમલીયા મો. નં.9925672950, રાજુભાઈ ભોરણીયા (ઉમિયાનગર વાળા )મો. નં.9879963794, નીતિનભાઈ ધરોડીયા મો. નં.9033571561.