મોરબીઃ લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે માટે તાજેતરમાં નાના દહીસરા સ્થિત સંત શ્રી ખીમ સાહેબ ડાડાની ધાર્મિક જગ્યાએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. નાના દહીસરામાં આવેલી સંત શ્રી ખીમ સાહેબ ડાડાની જગ્યાએ મંહત મનોજગીરી બાપુ તથા ગામના સભ્યોએ સાથે મળીને 50 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ છોડનું યોગ્ય જતન અને ઉછેર થાય તે માટે ફરતે લાકડાના પિંજરા પણ મૂકવામાં આવ્યા હતા.