ટંકારામાં કોરોનાની રી-એન્ટ્રી : મોરબી શહેરમાં પણ 3 કેસ નોંધાયા મોરબી : મોરબીમાં કોરોનાના કેસ વધવાનું શરૂ થઈ ગયું છે. આજે જિલ્લામાં 4 કેસ નોંધાયા છે. જેને પગલે એક્ટિવ કેસની સંખ્યા 7 થઈ ગઇ છે. મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા 386 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબી શહેરના 3 દર્દીઓ અને ટંકારાના એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ જિલ્લામાં કોરોનાના આજે 4 કેસ નોંધાયા છે. ગઇકાલની સ્થિતિએ કોરોનાના 3 કેસ એક્ટિવ હતા. આજના કેસોનો ઉમેરો કરતા જિલ્લાના એક્ટિવ કેસની સંખ્યા 7એ પહોંચી છે.