મોરબી : મોરબી શહેરમાં પોલીસ એક્શન મોડમાં આવી સપાટો બોલાવી રહી છે ત્યારે ગઈકાલે પોલીસના ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જેલચોક નજીક જાહેરમાં ઠઠા મશ્કરી કરી ગાળા ગાળી કરી રહેલા ભંગારના ધંધાર્થી હાજીભાઈ મુસાભાઈ ખુરૈશી, રહે કબીર ટેકરી અને ઈસ્માઈલભાઈ હુશૈનભાઈ બ્લોચ, રહે. મકરાણીવાસ મોરબી વાળાને ઝડપી લઈ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.