મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક હોટલ વર્ધમાન પાસેથી મોરબી તાલુકા પોલીસે મોટર સાયકલ ઉપર વિદેશી દારૂની 40 બોટલ લઈને નીકળેલા યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર લાલપર નજીક હોટલ વર્ધમાન પાસેથી મોરબી તાલુકા પોલીસે મોટર સાયકલ ઉપર દારૂની હેરાફેરી કરતા કિરીટ ઉર્ફે કાનો વિનોદભાઇ સાવરીયા, રહે-કુબેર ટોકીઝ પાછળ શોભેશ્વર રોડ મફતીયા પરા વિસ્તાર વાળાને ઝડપી લીધો હતો. વધુમાં તાલુકા પોલીસે આરોપીના કબ્જામાંથી મેકડોવેલ નંબર-1 કલાસીક વ્હીસ્કીની 40 બોટલ કિંમત રૂપિયા 16,000 તેમજ ગુન્હાના કામમાં ઉપયોગમાં લીધેલ GJ-36-AD-9545 નંબરનું રૂપિયા 35 હજારની કિમતનું મોટર સાયકલ મળી કુલ રૂપિયા 51,000નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.