વાંકાનેરમાં ચાર જ મહિનાના લગ્નજીવનમાં ગળેફાંસો ખાઈ લેનાર દીકરીના પિતાએ ફરિયાદ નોંધાવી વાંકાનેર : વાંકાનેરમાં ચાર માસ પહેલા જ પરણીને આવેલી પરિણીતાએ આપઘાત કરી લેતા આ મામલે મૃતકના પિતાએ સાસુની ચડામણીથી જમાઈ તેમની દીકરીને મારકુટ કરી મરવા મજબુર કરવા અંગે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.19ના રોજ વાંકાનેર વિશિપરામાં ડબલ ચાલી વિસ્તારમાં રહેતા રોશનબેન હમીદભાઈ મોવર ઉ.22 નામની પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે મૃતક રોશનબેનના ધ્રાંગધ્રા રહેતા પિતા હારૂનભાઈ ઈસ્માઈલભાઈ માલાણીએ જમાઈ હમીદભાઇ હબીબભાઇ મોવર અને દીકરીના સાસુ હસીનાબેન હબીબભાઇ મોવર વિરુદ્ધ તેમની દીકરીને મરવા મજબૂર કરવા અંગે ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર સિટી પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં હારૂનભાઈ ઈસ્માઈલભાઈ માલાણીએ જણાવ્યું હતું કે તેમની દીકરીને પતિ દ્વારા ઘરકામ બાબતે ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી મેણાટોણા મારી માનસીક શારીરીક દુ:ખ ત્રાસ આપી સાસુ હસીનાબેનની ચડામણીથી પતિ પાસે માર ખવડાવી ત્રાસ ગુજારાતો હોય તેમની દીકરી રોશનબેનને મરવા મજબુર કરનાર બન્ને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અરજ કરી હતી. આ કેસમાં વાંકાનેર પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩,૫૦૪,૪૯૮,એ,૩૦૬,૧૧૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.