લૂંટ થયાની ગણતરીની કલાકોમાં જ બન્ને આરોપી પકડાયા બાદ આ બનાવની સઘન તપાસને અંતે આજે પોલીસે વિધિવત ધરપકડ દર્શાવી, હજુ એક આરોપી ફરાર મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક ગઈકાલે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે મોબાઈલ શોપમાં ગ્લાસ નંખાવા આવેલા બે હિન્દીભાષી શખ્સોએ બંદૂકની અણીએ રૂપિયા 25 હજારની લૂંટ ચલાવી હતી. જો કે દુકાન માલિકે લૂંટારુઓનો પ્રતિકાર કરતા એક રાઉન્ડ ફાયરિંગ પણ લૂંટારુઓ કર્યા હોવાનું બહાર આવ્યું હતું. જો કે લૂંટ થયાની ગણતરીની કલાકોમાં જ બન્ને આરોપી પકડાયા બાદ આ બનાવની સઘન તપાસને અંતે આજે પોલીસે વિધિવત ધરપકડ દર્શાવી છે. મોરબી તાલુકાના ઉંચી માંડલ નજીક તળાવીયા શનાળા જવાના રોડ ઉપર આવેલ મોબાઈલ સિટી પલ્સ નામની મોબાઈલ શોપમાં ગઈકાલે સાંજના સાડા ચારેક વાગ્યાના સુમારે બે શખ્સો ઘુસ્યા હતા. મોબાઈલ શોપમાં ઘુસેલા આ શખ્સોએ પ્રથમ મોબાઈલ ગ્લાસ નાખવાનું કહેતા દુકાન માલિકે ગ્લાસ નાખી આપ્યો હતો અને પૈસા માંગતા બે બુકાની ધારી શખ્સો દુકાનમાં ઘુસી આવ્યા હતા અને કાચના દરવાજા બંધ કરી જીતના પૈસા હો ઉતના નિકાલો કહી બંદુક તાકી હતી. બુકાની ધારી લૂંટારુઓએ બંદુક બતાવી નાણાં માંગતા દુકાન માલિક મોંટુભાઈ ચુનિભાઈ કાલરીયાએ ગલ્લામાં પડેલ અંદાજે રૂપિયા 25 હજાર જેવી રકમ લૂંટારુઓને હવાલે કરી દીધી હતી. દુકાનમાથી નાણાં લઈને લૂંટારુઓ બહાર નીકળતા જ દુકાનદારે બન્નેને પડકારી પથ્થરનો ઘા કરતા લૂંટારુઓએ વળતા જવાબમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનું પણ દુકાનદાર જણાવ્યું હતું. પોલીસે આ ઘટનાની સઘન તપાસ આરભીને બન્ને આરોપીને ઝડપી લીધા હતા. જેમાં અરુણ ચંદ્રકાંતજી ચંદેલ (ઉ.વ.23.પ્રકાશ દાલચંદ ભીલ ( ઉ.વ.18, રહે બન્ને મધ્યપ્રદેશ)ને ચોરાઉ બાઈક, રૂ.10 હજાર રોકડા મળી રૂ.30 હજારના મુદામાલ સાથે ધરપકડ કરી હતી. જો કે બન્ને ગુનેગારોનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો હતો. જેમાં મધ્યપ્રદેશમાં આર્મ્સ એક્ટ હેઠળ આ બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુન્હા નોંધાઈ ચુક્યા છે. આ બનાવમાં કુલ ત્રણ આરોપી હતા. એમાં જે પહેલા જે મોબાઈલ ગ્લાસ નાખવાના બહાને રેકી કરવા આવ્યો હતો તે હજુ ફરાર છે. અને બે આરોપીઓ લૂંટ કરી ઝાડીઓમાં લુપાતા-છુપાતા હતા. ત્યારે પોલીસે પકડી પડ્યા હતા.