મોરબી : મોરબીના કાયાજી પ્લોટમાં પવનસુત એપાર્ટમેન્ટમાં રહેતા મૂળ નેપાળના વતની પાર્વતીબેન શંકર સુની ઉ.30 નામની પરિણીતાએ અગમ્ય કારણોસર પોતાના ઘરે બાથરુમમા ચુંદડી વડે ગળે ફાસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.