ટંકારા : ટંકારા તાલુકાના ગામડાઓમાં ખેતીવાડીના વીજકનેકશન માટેના ટી.સી.ની તાત્કાલીક ધો૨ણે સોર્ટેજ પુ૨ી ક૨વા તથા વીજકનેકશનને લગતી અન્ય કામગીરી પુરી કરવા અંગે ટંકારાના એડવોકેટે પી.જી.વી.સી.એલ. કચેરીના ડેપ્યુટી ઇજનેરને રજૂઆત કરી છે. ટંકારા તાલુકાના ગામડાઓમાં ખેડુતોને ખેતીવાડી માટેના વીજકનેકશનો પી.જી.વી.સી.એલ. કચેરી દ્વા૨ા મંજુર થયેલ હોય પરંતુ ખેડુતોને ટી.સી.તથા અન્ય વીજકનેકશનને લગતી અન્ય સામગ્રી મળતી ન હોય હાલ ખેડુતોએ વાવેતર કરેલ હોય અને વરસાદની ખેંચ હોવાથી ખેતીવાડીમાં પાણીની તાતી જરૂરીયાત ઉભી થઇ છે.પરંતુ કચે૨ીદ્વારા ટી.સી.આપવામાં વિલંબ થયેલ છે. આથી ટંકારાના એડવોકેટ પરેશ ટી. ઉજરિયાએ ડેપ્યુટી ઇજનેરને લેખિત રજુઆત કરવામાં આવી છે કે કચેરી દ્વા૨ા ઉચ્ચકક્ષાની કચે૨ીઓનો સંપર્ક કરી હાલ ખેડુતોના વીજકનેકશન માટેના જે ટી.સી.પેન્ડીંગ છે.તે તાત્કાલીક ધોરણે પુરા પાડવા માંગ કરવામાં આવી છે.