વાંકાનેર : વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં સંયુક્ત પરિવારમાં રહેતી પરિણીતાને ઘરકામ બાબતે પતિએ ઠપકો આપતા પરિણીતાને માઠું આવતા પોતાના ઘેર ગળેફાંસો ખાઈ લેતા બેભાન અવસ્થામાં પ્રથમ વાંકાનેર બાદ રાજકોટ સારવારમાં ખસેડવામાં આવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર વિશિપરમાં રહેતી હેતલબેન વિશાલભાઇ બાવરવા, ઉ.29 નામની પરિણીતાને ઘરકામ બાબતે તેણીના પતિએ ઠપકો આપતા માઠુ લાગતા પોતાની જાતે પોતાના ઘરના ઉપરના માળે રૂમમા લોખંડની એંગલ સાથે સાડી બાંધી ગળેફાસો ખાઈ લીધો હતો. વધુમાં આ બાબતની જાણ થતાં જ હેતલબેનના પતિ વિશાલભાઇએ હેતલબેનને પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવારમા રાજકોટ પ્રાઇવેટ હોસ્પીટલમાં ખસેડયા હતા. ભોગ બનનારનો લગ્ન ગાળો સાડા ચાર વર્ષનો છે અને સંતાનમા બે દિકરા હોવાનું તેમજ પતિ તથા સાસુ સાથે સયુકત કુટુંબમા રહેતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.