મોરબી : મોરબી જિલ્લા ભાજપ દ્વારા બીજેપી મીડિયા સેલ મોરબી જિલ્લાના હોદેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લા ભાજપ મીડિયા સેલના પ્રભારી તરીકે મોરબી જિલ્લાના પીઢ પત્રકાર અને સામાજિક કાર્યકર બિપીન વ્યાસની નિમણુક કરવામાં આવી હતી. ભાજપ દ્વારા બિપીન વ્યાસને મીડિયા સેલના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવતા તેમના શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.