મોરબી : મોરબીમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 5 એ પહોંચ્યો હતો. પણ આજે બે દર્દીઓ સાજા થતા તેઓને રિકવર જાહેર કરવામાં આવતા એક્ટિવ કેસનો આંક ઘટીને ત્રણે પહોંચ્યો છે. મોરબી જિલ્લામાં આરોગ્ય તંત્રએ આજે 422 દર્દીઓના સેમ્પલ લીધા હતા. જેમાં સદનસીબે એક પણ દર્દીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. બીજી તરફ આજે મોરબીના 2 પોઝિટિવ દર્દીઓ સાજા થઈ જતા આરોગ્ય વિભાગે તેઓને રિકવર જાહેર કર્યા છે. જેથી હવે જિલ્લામાં કોરોનાના એક્ટીવ દર્દીઓની સંખ્યા ત્રણે પહોંચી ગઈ છે.