વસતી ગણતરી માટેના ફોર્મ ભરાવવાનું શરૂ : જ્ઞાતિજનો નિયત સ્થળેથી મેળવી પરત કરી શકશે ફોર્મ મોરબી : મોરબીમાં વસતા લોહાણા સમાજની વસતી ગણતરી-2022 હાથ ધરવામાં આવનાર છે. ત્યારે સૌ જ્ઞાતિજનોને ફોર્મ મેળવીને ફરીને જમા કરાવવા માટે અનુરોધ કરાયો છે. મોરબી લોહાણા સમાજની વસતી ગણતરી માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લોહાણા મહાજન, લોહાણા વિદ્યાર્થી ભવન, જલારામ મંદીર, જલારામ આવાસ સમિતિ, જલારામ ધુન મંડળ, રઘુવીર સેના, રધુવંશી યુવક મંડળ, રોયલ રધુવંશી ગ્રુપ અને રધુવંશી હેલ્થ સમિતિ દ્વારા મોરબીમાં વસતાં લોહાણા સમાજના સૌ જ્ઞાતિજનોને નજીકના સેન્ટર પરથી ફોર્મ મેળવીને પરિવારના તમામ સભ્યોની વિગત ભરીને પરત જમા કરાવવા માટે અપીલ કરવામાં આવી છે. ફોર્મ મેળવીને પરત આપવા માટેના સ્થળ નીચે પ્રમાણે છે. 1. લોહાણા મહાજન વાડી, સુધારા શેરી 2. લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પલોટ 3. જલારામ મંદીર, અયોધ્યાપુરી રોડ 4. હેમ પ્લાસ્ટિક, મહેન્દ્રપરા રોડ 5. મગન રણછોડ, નહેરુગેઈટ ચોક 6. શુભમ મેચીંગ સેન્ટર, સ્વચ્છતા રોડ, આનંદ સ્ટેશનરીની સામે 7. જલારામ તેલ, ગાંધી ચોક 8. વલ્લભ દામજી, નવાડેલા રોડ 9. રિદ્ધિ ફટાકડા, નવાડેલા રોડ 10. મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ રોડ 11. શ્રીજી કીડસ, શક્તિ પલોટ મેઈન રોડ 12. દેવકરણ દેવશી રાજા, વિજય ટોકીઝ પાસે 13. દરીયાલાલ બેકરી, નટરાજ ફાટક પાસે 14. ગાયત્રી પ્રોવિઝન સ્ટોર, કુળદેવી પાન સામે, સામે કાઠે 15. જલારામ ચશ્મા, શુભ હોટલની બાજુમાં, શનાળા રોડ 16. સી.પી. પોપટની ઓફિસ, ગેસ્ટ હાઉસ રોડ 17. દરીયાલાલ પ્રોવિઝન સ્ટોર, પાવન પાર્ક, સામે કાઠે 18. રાધે ટ્રેડિંગ, માર્કેટીંગ યાર્ડ ખાતે પરત જમા કરાવવા યાદીમાં જણાવાયું છે.