નગરપાલિકાની જાણ બહાર કોન્ટ્રાકટરે આડેધડ બંમ્પ ખડકી દીધા બાદ કોન્ટ્રાકટ રદ કરી દીધો પણ સ્પીડ બ્રેકર દૂર ન થતા અંતે સામાજિક કાર્યકરે ઉચ્ચકક્ષાએ ઓનલાઈન રજુઆત કરી મોરબી : મોરબીમાં તાજેતરમાં નગરપાલિકાની જાણ બહાર કર્યા વગર એક કોન્ટ્રાકટરે દેવાળું ફુક્યું હતું. જેમાં શહેરમાં ઠેરઠેર બિનજરૂરી પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર ખડકી દીધા હતા. આથી નગરપાલિકાએ આ કોન્ટ્રાકટર સામે પગલાં ભરીને કોન્ટ્રાકટ રદ કરી દીધો હતો.પણ જોખમી રહેલા સ્પીડ બ્રેકર દૂર ન થતા અંતે સામાજિક કાર્યકરે ઉચ્ચકક્ષાએ ઓનલાઈન રજુઆત કરી છે. મોરબીના સામાજિક કાર્યકર મેહુલ ગાંભવાએ પ્રાદેશિક કમિશનર કચેરી રાજકોટ, મહાનગરપાલિકાને ઓનલાઈન રજુઆત કરી હતી કે, મોરબી શહેરના અનેક વિસ્તારોની ગલ્લીઓ તથા મુખ્ય માર્ગો પર 50 થી 100 ફૂટના અંતરે સ્પીડ બ્રેકર મુકવામાં આવેલ છે આ બમ્પ ટ્રાફિક સમસ્યાનું કારણ બન્યા છે. તથા મેડીકલ ક્ષેત્રે દર્દીઓને કમરના દુખાવા તથા પ્રેગનેટ સ્ત્રીઓ માટે મોટી મુશ્કેલી ઉભી થઇ છે. વધુમાં જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકા કચેરી દ્વારા પ્લાસ્ટીક સ્પીડ બ્રેકરનું ઓફલાઈન ટેન્ડર કરેલ જેમાં એજન્સી દ્વારા મોરબી નગરપાલિકા કચેરીને જાણ કર્યા વગર સ્પીડ બ્રેકર નાખેલ હોય નગરપાલિકા દ્વારા તા.10 મેના રોજથી નોટીસ આપીને ઉપરોક્ત કરાર રદ કરેલ છે. તેમજ લોગીટ્યુટ અને લેટીટ્યુટ સાથેના સ્થળની ચકાસણી કરી શકાય તેવા ફોટોગ્રાફ રજુ કરવામાં આવેલ નથી.જેથી ફરિયાદ મુજબ જરૂરીયાત વગરના સ્પીડ બ્રેકર દુર કરાવી આપવાની માંગ કરી છે.