મોરબી : મોરબી તાલુકાના વનાળીયા ગામે આજે ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર આયોજિત તથા સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ સંચાલિત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી જીવવા અને પર્યાવરણને નુકસાન ન કરવાનો મેસેજ આપયો હતો. મોરબી તાલુકાના વનાળીયા ગામે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ કાર્યક્રમ હેઠળ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પ્રદૂષણના પ્રકારો તથા જેના કારણો,ધન કચરા નિકાલ અને વ્યવસ્થાપન, ઊર્જા બચત,વૃક્ષોનું જતન, પાણીનું સંરક્ષણ,દરિયાઈ જીવસૃષ્ટિનું મહત્વ, દરિયાઈ કાંઠા તથા દરિયાઈ જીવસૃષ્ટિના સંરક્ષણ માટે કેવા પગલા લેવા જોઈએ તેમજ પર્યાવરણની જાળવણી માટે અલગ-અલગ વિષય પર પ્રોજેક્ટર પર સ્લાઈડ સો વિડીયો પ્રશ્નોત્તરી ગેમ તથા સાપસીડીની રમત દ્વારા પર્યાવરણ અને તેની જાળવણી વગેરે વિશેની ઉડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત ઈકોલોજી કમિશન ગાંધીનગરના ડાયરેક્ટર તથા સિનિયર મેનેજર ડોક્ટર નિશ્ચલભાઈ જોષી, ડોક્ટર અંકુરભાઇ પટેલ, કૃપાબેનના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો. જેના સંસ્થાના પ્રમુખ કાંતાબેન પટેલ, ટીમ લીડર કમલેશ પટેલ, મુખ્ય તાલીમ કાર ચંદ્રિકાબેન, સહાયક તાલીમકાર મનોજભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ દ્વારા જાગૃત કરવામાં આવેલ હતા તેમજ ગામના સરપંચ અબદુલભાઇ સુમરા,તલાટી ડેનીશ ઝાલરિયા, આશાવર્કર-હેલપર ઉષાબેન ભુભરીયા, મુમતાઝ સુમરા તેમજ ગામના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.