મોરબી : મોરબી સબ જેલ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિતે સરકારી આયુર્વેદ દવાખાનું- જનરલ સિવિલ હોસ્પિટલ મોરબીના ડો. ખ્યાતિબેન ઠકરારે યોગ વિશે વક્તવ્ય આપ્યુ તથા યોગ ટ્રેનર જીગ્નેશભાઇ, રુપલબેન, પ્રદિપભાઇ, સોનલબેન તેમજ હેત્વીબેને યોગ નિદર્શન આપ્યું અને જેલના અધિક્ષક તથા કર્મચારીઓ તેમજ બંદીવાનોને આસન, પ્રાણાયામ અને મેડીટેશન( ધ્યાન) શિખવાડવામાં આવેલ છે. જેમાં કર્મચારીઓ તથા બંદીવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે તેમજ વિશ્વસ્તરે ફેલાયેલા કોરોના વાયરસને ધ્યાને લઇ કોરોના વાઈરસ મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા યોગાસન, પ્રાણાયામનું મહત્વ કે.એસ.પટણીનાઓ દ્વારા બંદીવાનોને સમજાવવામાં આવેલ છે તેમજ જેલમાં રહેલા બંદીવાનોને સ્વસ્થ રહેવા માટેનો ઉપદેશ આપવામાં આવેલ છે.