હવે ફરીથી નો પાર્કિગનો અમલ કરવા સિક્યુરિટી ગાર્ડ મુકાયા મોરબી : મોરબીના તાલુકા સેવાસદનમાં અગાઉ એક નિષ્ઠાવાન અધિકારીએ આડેધડ પાર્કિગની સમસ્યા દૂર કરી હતી અને નો પાર્કિંગનો કડક અમલ કરાવ્યો હતો. પણ તેઓની બદલી થઈ જતા આ નિયમના ધજાગરા ઊડયા હતા અને ફરીથી આડેધડ પાર્કિગ થવા લાગતા તંત્રએ ફરી વખત આડેધડ પાર્કિગ સામે લાલઆંખ કરી છે અને હવે ફરીથી નો પાર્કિગનો અમલ કરવા સિક્યુરિટી ગાર્ડ મુકાયા છે. મોરબી તાલુકા સેવા સદનમાં મામલતદાર કચેરી, બે ડે. કલેકટર કચેરી, જીએસટી સહિતની મોટાભાગની મહત્વની સરકારી કચેરીઓ આવેલી હોવાથી દરરોજ હાજરો લોકો કોઈને કોઈ કામે આવતા હોય છે. પરંતુ લોકો અને અમુક સરકારી બાબુઓ પણ નિયમની એસીતેસી કરીને તાલુકા સેવા સદન બહાર પોતાના વાહનોને આડેધડ પાર્ક કરે છે. આડેધડ પાર્કિગને કારણે લોકોને જ મુશ્કેલી થાય છે. જો કે થોડા સમય પહેલા મોરબી તાલુકા સેવા સદનમાં કાર્યરત હળવદ પ્રાંત કચેરીના અધિકારી ગંગાસિંહએ આ આડેધડ વાહન પાર્કિગ સામે કડક કાર્યવાહી કરી હતી અને નો પાર્કિગનો કડક અમલ કરાવ્યો છે. પરંતુ તેઓ જતા રહ્યા બાદ ફરીથી આડેધડ વાહન પાર્કિગ શરૂ થઈ ગયું છે. આથી તંત્રએ હવે ફરીથી આડેધડ પાર્કિગ અટકાવવવા માટે અને વાહનનોને વ્યવસ્થિત પાર્ક કરવા માટે બે સિક્યુરિટી ગાર્ડને તૈનાત કરવામાં આવ્યા છે.