25મી જૂને મોરબી ખાતે શાળા પ્રવેશોત્સવમાં હાજર રહેશે મોરબી : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા તા. 21 જૂનથી 25 જૂન દરમિયાન સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાનો પ્રવાસ કરી તા. 25 જૂને મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપશે. રાજ્યમંત્રી તા.21મી જૂનના રોજ સાંજે પાંચ વાગ્યે ગીર-સોમનાથ ખાતે જિલ્લા પંચાયતના અધિકારીઓ/પદાધિકારીઓની સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે.તા.22મી જૂનના રોજ સવારે નવ વાગ્યે ગીર-સોમનાથ ખાતે સોમનાથ મહાદેવ મંદિરના દર્શનાર્થે જશે. સવારે દસ વાગ્યે લાઇવલી હુડ દ્વારા આયોજિત કેશ-ક્રેડિટ મેળાને પણ ખુલ્લો મૂકશે. 23મી જૂન ના રોજ જામનગર જિલ્લાના પીઠડ, બોડકા તેમજ જીરાગઢ ખાતે પ્રાથમિક શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે. તા.24મી જૂનના સવારે રોજ રાજકોટ જિલ્લાના ઉકરડા, દહીંસરડા(આજી) તેમજ ખાખરાબેલા ખાતે પ્રાથમિક શાળા પ્રવેશોત્સવમાં ઉપસ્થિત રહેશે. સાંજે પાંચ વાગ્યે રિયલ એસ્ટેટ કોન્કલેવ અને એવોર્ડ સમારોહમાં ઉપસ્થિત રહેશે. જયારે તા.25મી જૂનના રોજ સવારે આઠ વાગે મોરબીના ઇન્દિરા નગર ખાતે, દસ વાગ્યે મહેન્દ્રનગર ખાતે તેમજ બાર વાગ્યે ઘુંટુ પ્રાથમિક શાળા પ્રવેશોત્સવમાં હાજરી આપશે.