પ્રિમોન્સૂન કામગીરીને કારણે વીજતંત્રની મેઇન્ટનન્સ કામગીરી પ્રજા માટે બનેશે પીડા દાયક મોરબી : મોરબી પીજીવીસીએલ દ્વારા પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેઇન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી સવારના 7 થી બપોરના 3 વાગ્યા સુધી વીજકાપ લાદવામાં આવતા કાલે મોરબીના અનેક વિસ્તારમાં લોકોને ગરમીમાં બફાવું પડશે. પીજીવીસીએલ મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી મુનનગર ફીડરમાં પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી આવતીકાલ તા.22ને બુધવારના રોજ સવારના 7થી બપોરના 3 વાગ્યા સુધી આ ફિડર હેઠળ આવતા ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંન્દ્રેશનગર, ન્યુ ચંન્દ્રેશ નગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન ૧૯ અને ૨૨, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ ૨,૩ અને ૪ નો એરીયા તથા ૬૬ કેવી મોરબી બી (શનાળા) સબ સ્ટેશન તથા ૬૬ કેવી વજેપર માથી સબ સ્ટેશન માથી નીકળતા તમામ ફીડરો જેમાં અવધ ફીડર, ટેલીકોમ ફીડર, ન્યુ બસ સ્ટેન્ડ ફીડર, કાલિકા પ્લોટ ફીડર, ગૌશાળા ફીડર, મધૂરમ ફીડર કે જે ૬૬ કેવી મોરબી બી (શનાળા) સબ સ્ટેશનમાંથી નીકળે છે જ્યારે હોસ્પીટલ ફીડર, મુનનગર ફીડર, રાજનગર ફીડર અને લાતી પ્લોટ ફીડર ૬૬ કેવી વજેપર સબ સ્ટેશનમાંથી નીકળે છે. જેમાં જુના બસ સ્ટેશનથી લઇને શનાળા રોડ, રવાપર રોડ, રવાપર ચોકડી સુધીનો વિસ્તાર તથા પંચાસર રોડ, વાવડી રોડ, લાતી પ્લોટ વિસ્તાર, આલાપ રોડ, કાલિકા પ્લોટ, કાયાજી પ્લોટ સહિતના વિસ્તારોમાં સવારે ૦૭:૦૦ થી ૧૦:૦૦ વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે. જેની આ તમામ ફીડરોમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી.