પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા મોરબી : મોરબી પાટીદાર સમાજની ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પહેલ અંતર્ગત ગઈકાલે મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના નવયુગલે પ્રભુતામાં પગલાં પાડયા હતા. મોરબીથી શરૂ થયેલ ઘડિયા લગ્નની પરંપરા યથાવત રાખવા મોરબી-માળિયાના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસ સ્થાને સામાજિક સમરસતાના સંદેશ સાથે ઘડિયા લગ્ન માટે કાયમી મંડપ રોપવામાં આવ્યો છે જેમાં ગઈકાલે પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં ચિ.ગીતાબેન અરજણભાઈના શુભલગ્ન ચિ. સિદ્ધાર્થભાઈ ભરતભાઈ જસાણી સાથે યોજાયા હતા. આ પ્રસંગે મોરબી ઉમિયા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ, મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જે.પી.જેસ્વાણી તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં અને નવયુગલને નમો ઘડિયાળ આપી આશિર્વાદ આપ્યા હતા.