વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ધમલપર ફાટક પાસે જાહેરમાં જુગાર રમતા ચાર જુગારીઓને રંગે હાથ ઝડપી લઈ રોકડા રૂપિયા 5390 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ધમલપર ફાટક પાસે જાહેરમાં જુગાર રમી રહેલા રાજભાઇ અશોકભાઇ ધામેચા, રહે.વાંકાનેર વીશીપરા સ્મશાન રોડ, મનિષભાઇ જગદીશભાઇ સુરેલા, રહે.વાંકાનેર વીશીપરા પુજારા કારખાના પાસે, રાહુલભાઈ અશોકભાઈ જીંજવાડીયા, રહે.વાંકાનેર વીશીપરા દીપુવાળી શેરી તથા રોહીતભાઇ રસીકભાઇ કાંજીયા, રહે.વાંકાનેર વીશીપરા ચોક વાળને તીનપતિ રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 5390 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.