વાંકાનેર તાલુકાના હસનપર ગામનો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા યુવાને પોતાના માસીના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના હસનપર ગામે રહેતા આબીદભાઇ હુશેનભાઇ કુરેશી ઉ.32 નામના યુવાને તેમના માસી નસીમબેન જુણેજાના ઘરે કોઇ કારણસર ગળે ફાંસો ખાઇ લેતા તેના પરિવારના સભ્યોએ યુવાનને પીરમશાયક હોસ્પિટલમાં સારવારમાં ખસેડેલ હતો પરંતુ ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી વાંકાનેર સીટી પોલીસે બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.