મોરબી : સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા સીટના પ્રભારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં નામ ભાજપ પ્રદેશ પ્રમુખે આજરોજ જાહેર કર્યા છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની વિધાનસભા સીટના પ્રભારીઓના નામોની જાહેરાત કરવામાં આવી છે.જેમાં મોરબી જિલ્લામાં પ્રભારી તરીકે ૬૫-મોરબી દિલીપસિંહ ચુડાસમા,૬૬-ટંકારા ઘનશ્યામભાઈ ગોહિલ,૬૭-વાંકાનેર લાલજીભાઈ સાવલીયા,68- રાજકોટ પૂર્વમાં મોરબીના પ્રદીપભાઈ વાળની, ૭૮-જામનગર ઉ.માં મોરબીના હિરેનભાઈ પારેખની વરણી કરવામાં આવી છે. વધુમાં,સુરેન્દ્રનગર ૬૦-દસાડા(અજા)માં મોરબીના રજની સંઘાણી,હળવદ તાલુકાના ધ્રાંગધ્રા ગામના વલ્લભભાઈ દૂધાત્રા જે ૬૪-ધ્રાંગધ્રાના પ્રભારી તરીકે તેમજ જામનગર જિલ્લાના ૭૮-જામનગર ઉ.ના પ્રભારી તરીકે મોરબીના હિરેનભાઈ પારેખની નિમણુંક કરવામાં આવી છે.