મોરબી : મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ અને મહામંત્રી દ્વારા પરશુરામ યુવા ગ્રુપના નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.નવા નિમાયેલા હોદેદારોએ સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય કરશે તેવા સંકલ્પ લીધા હતા. પરશુરામ યુવા ગ્રુપના નવા હોદેદારોની ગત તા.19ને રવિવારના રોજ સમસ્ત બ્રહ્મ સમાજ યુવક મંડળ હોલ ખાતે પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ રોહિતભાઈ પંડ્યા,મહામંત્રી કમલભાઈ દવે અને ધ્વનિતભાઈ દ્રારા નવા હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં લીગલ એડવાઈઝર તરીકે મહિધરભાઈ એચ દવે,કોષાધ્યક્ષ તરીકે નયનભાઈ કે.પંડ્યા,પ્રચાર પ્રસાર કાર્યકર તરીકે જીગરભાઈ એચ દવે,હર્ષભાઈ એમ જાની,ઉપપ્રમુખ તરીકે આદર્શભાઈ દવે, વિશાલભાઈ મહેતા,યજ્ઞેશભાઇ જાની,ગજેન્દ્રભાઈ ભટ્ટ,ઉદયભાઇ જોશી,જયદીપભાઇ મહેતા,સહમંત્રી તરીકે શિવભાઈ જાની,વિજયભાઈ રાવલ,ગૌરાંગભાઈ દવે,નિરવભાઈ જાની,દીપભાઈ પંડ્યા અને કપીલભાઈ દવેની વરણી કરવામાં આવી હતી. નવા હોદેદારોની નિમણુંક કરી તેમને નિમણુંક પત્ર આપવામાં આવ્યા હતા.આ સાથે નવનિયુક્ત તમામ હીદેદારોએ સંકલ્પ કર્યો હતો કે આગામી વર્ષ દરમ્યાન સમાજ કલ્યાણ માટેના તમામ કાર્ય કરશુ.