મોરબી : માળીયા શહેરના વાગડીયા ઝાપા નજીક મચ્છી વેચાવમાં થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ છરી, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા શહેરના વાગડીયા ઝાપા નજીક રમજાનભાઈ જુનુસભાઈ મોવર સાથે અગાઉ મચ્છી વેચવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખી આરોપી અજરૂદિન અલીયાસભાઈ જેડા, સિકંદર આમદભાઈ જેડા, યાસીન અસાકભાઈ જેડા તથા અજરૂદિનના ભાણેજે છરી, ધોકા સહિતના હથિયાર વડે હુમલો કરતા રમજાનભાઈને ઇજાઓ પહોંચી હતી. બનાવ અંગે રમજાનભાઈની ફરિયાદને આધારે માળીયા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૪, ૩૨૩,૫૦૪,૫૦૬(૨) ,૧૧૪, તથા GPA કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.