મોરબી : મોરબી ખાતે ધર્મનાથ જૈન મિત્ર મંડળ દ્વારા ધર્મનાથ દાદાની ૨૬૮મી જન્મજ્યંતિની પૂર્વ સંધ્યાએ ધ્વજા ગુણ ગુંજન તથા ધ્વજા વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મોરબીમાં સમસ્ત જૈન સંઘો માટે ધર્મનાથ જૈન મિત્ર મંડળ આયોજિત ધર્મનાથ દાદાની ૨૬૮મી જન્મજ્યંતિની પૂર્વ સંધ્યાએ ધ્વજા ગુણ ગુંજન તથા ધ્વજા વધામણાનો કાર્યક્રમ આવતીકાલે તા.21ને મંગળવારના રોજ રાત્રીના 8:15 કલાકે પુરુષોનો ઉપાશ્રય, દરબારગઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યો છે.આ કાર્યક્રમમાં કલાકાર દીપેશભાઈ કામદાર ઉપસ્થિત રહેશે.હાજર રહેનાર સકલસંઘના ભાઈઓ તથા બહેનોને દાતા પરિવાર દ્વારા વધાવ્યા બાદ ધ્વજાને વધાવાનો લાભ મળશે.આ ઉપરાંત આ વર્ષ તેમજ આવતા વર્ષની ધર્મનાથ ભગવાનની અને અજીતનાથ ભગવાનની ધ્વજારોહણની બોલી પણ બોલાશે.તથા લક્કી ડ્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.