લોકોને આરોગ્ય શિક્ષણ પણ અપાયું મોરબી : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વવાણીયા દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ જૂન માસ મેલેરીયા વિરોધી માસ અંતર્ગત વાહક જન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી.ઘરોમાં કે બહાર નકામા પાત્રોમાં ભરાયેલ પાણી ખાલી કરાવવામાં આવ્યા હતા. જેથી મચ્છરોનો ઉદ્ભવ અટકાવી શકાય.આ ઉપરાંત વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મેલેરિયા મુક્ત ગુજરાત ૨૦૨૨ ઉદેશને સાકાર કરવા વાહકજન્ય રોગોના અટકાયત માટે વહેલું નિદાન-સારવાર તેમજ વાહક નિયંત્રણની ઘનિષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરવા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ અને વાહક જન્ય રોગ નિયંત્રણની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં તા. ૧૫ થી ૩૦ સુધી ઝુંબેશનાં સ્વરૂપમાં શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા સર્વેલન્સ વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃતિ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરેલ હતી.ફિલ્ડ આરોગ્ય કાર્યકર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ મેલેરિયા,ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા કેશ ડેફીનેશન મુજબ કેસની શોધખોળ કરી લોહીના નમુના લેવા તેમજ વાહક જન્ય રોગ નિયંત્રણમાં મચ્છર ઉત્પતિના બધા સંભવિત સ્થળોની તપાસની કરી પોરાનાશક કામગીરી કરેલ હતી. નકામાં પાણીના પાત્રો ખાલી કરાવેલ હતા.જેથી ઘરોની અંદર તેમજ બહાર જે સ્થળો પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરી બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દુર કરી અને ઉપયોગી પાણીમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણ કામગીરી કરવામાં આવી હતી. વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ઘરમાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા ઘરના પાણીના બધા જ પાત્રો ઢાંકીને રાખવા.અઠવાડિક ઘસીને સાફ કરવા અને તાવ આવે તો તાત્કાલીક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોહીની તપાસ કરી સારવાર પૂર્ણ કરાવા અનુરોધ કરાયો હતો.