મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલે તા.21ના રોજ સવારે 5:45 કલાકે મણીમંદિર પાસે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ ઉજવણીમાં સામેલ થવા માટે પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી ચેરમેન સુરેશભાઈ દેસાઈ અને ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.