વાંકાનેર : વાંકાનેર તાલુકાના જેતપરડા ગામે સિટી પોલીસ ટીમે રહેણાંકમાં દરોડો પાડી દારૂ, બિયરના જથ્થા સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર સિટી પોલીસ ટીમે જેતપરડા ગામે આરોપી રવજીભાઈ ઉર્ફે સીકો રણજીતભાઈ સીતાપરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી અલગ - અલગ બ્રાન્ડની અંગ્રેજી દારૂની બોટલો નંગ-31 કિંમત રૂપિયા 12,320 તેમજ બીયર ટીન નંગ-24 કિંમત રૂપિયા 2400 સહિત કુલ રૂપિયા 14,720નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.