મોરબી : મોરબીના શિક્ષકે પોતાના 39માં જન્મદિવસ નિમિતે 40 વૃક્ષો વાવી જન્મદિવસની ઉજવણી કરી હતી. મોરબી જિલ્લાના હળવદ તાલુકાની ડી.વી.પરખાણી શાળા નંબર- 7 સરકારી શાળામાં ફરજ બજાવતા પ્રકાશભાઈ દસાડીયાએ રવિવારના રોજ પોતાની પત્નિ, એમના શિક્ષક પિતાજી ચંદુભાઈ દસાડીયા અને એમના પૂત્ર સાથે મળીને હળવદ (વેગડવાવની સીમમાં) ખેતરમાં વૃક્ષારોપણ કર્યું હતું. પ્રકાશભાઈ એમના પત્નીનાં 39 વર્ષ પૂર્ણ થયા છે.ઍટલે અત્યાર સુધી ન વાવેલા બધા વર્ષોના એક એક એમ 39 વૃક્ષો એમના અને 39 વૃક્ષો એમના પત્નિના કુલ મળીને 78 વૃક્ષ વાવ્યા હતા. તે પૈકી 40 વૃક્ષો એમના ખેતરના શેઢે વાવ્યા છે.હજુ બીજા તબક્કામાં ઘણા બધા ફળાઉ અને ઔષધિ પ્રકારના વૃક્ષો બાકી રહી ગયા છે તેવા 40 વૃક્ષો આવતાં અઠવાડિયે કે પંદર દિવસે વાવવાનું પ્લાનિંગ કરાયું છે. ત્યારબાદ એમના પુત્રના 12 વર્ષ લેખે 12 વૃક્ષો વાવવા હતા.ત્યારબાદ એમના ગામના (વિશાલ નગર, તાલુકો. માળિયા મિયાણા) ખેતરમાં પણ શેઢે પ્રકાશભાઈના પિતાજી અને એમના મમ્મીની ઉંમર મુજબ 70+70 = 150 વૃક્ષો વાવવાનું પ્લાનિંગ કરાયું છે.ફળાઉ, છાયા વાળા,ઔષધિ પ્રકારના અન્ય વૃક્ષો વાવવાનું આયોજન કરેલ છે.ચંદન,કરંજ,જાંબુડા,રાવના,ખાખરા (પલાસ),લીંબુ,અર્જુન(સાદલ),બદામ,દાડમ,આંબલી,ખારેક,બોરસલી,જામફળ,શેતૂર,સરગવો,ઉંબરો,જામફળ,બીલીજાસૂદ,ચંપો,કરેણ,અરડૂસી જેવા વૃક્ષો વાવવામાં આવ્યા હતા.