સાડા ત્રણ કલાકમાં જ 1 હજારથી વધુ રોપાનું વિતરણ કરવામાં આવ્યું મોરબીઃ મોરબી લીલુછમ્મ હરિયાળી બને અને પર્યાવરણ શુદ્ધ રહે તેવા શુભ આશયથી દર વર્ષે પ્રથમ વરસાદ થયા બાદ મોરબી અપટેડ દ્વારા રોપા વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે આજ રોજ 19 જૂનના દિવસે મોરબી અપટેડ અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે મોરબીમાં રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોરબી અપડેટ, મયુર નેચર ક્લબ મોરબી, વન વિભાગ મોરબી, ઈન્ડિયન લાયન્સ ક્લબ મોરબીના સંયુક્ત ઉપક્રમે મોરબી હરિયાળું બને તે નેમ સાથે રોપા વિતરણ કરવામાં આવ્યું હતું. માત્ર સાડા ત્રણ કલાકની અંદર જ એક હજારથી વધુ રોપાનું વિતરણ આજ રોજ કરાયું હતું. જેમાં લીમડો, કરંજ, જાંબુડો, જામફળ સહિતના ફળ-ફળાદિ અને છાંયો આપે તેવા વૃક્ષોના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે મયુર નેચર ક્લબના એમ.જે. મારુતિ સાહેબ સહિતના અગ્રણીઓ અને ઈન્ડિયન લાયન્સ ક્લબ થતા મોરબી અપડેટના સભ્યો સહિતનાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.