મોરબીના : મોરબીના પંચાસર ગામે એલસીબીએ બાતમીના આધારે આરોપીના કબજા ભોગવટા વાળા વરંડામાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો-બીયર મળી કુલ કી.રૂ. ૩૧,૨૦૦નો મુદામાલ સાથે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તેમજ એલસીબી પીઆઇ એમ.આર.ગોઢાણીયાની સૂચનાને પગલે એન.બી.ડાભી પો સબ.ઇન્સ. તથા એન એચ ચુડાસમા પો.સબ ઇન્સ., એલ.સી.બી. મોરબીનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.-પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. તે દરમ્યાન પો.કોન્સ. ભરતભાઇ જીલરીયા, દશરથસિંક પ્રમારને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ આધારે હીતેન્દ્રસિંહ વિક્રમસિંહ ઝાલા (રહે, પંચાસર તા.જી.મોરબી)ની પંચાસર ગામે તળાવની પાળ પાસે સમાજની વાડીની પાછળ આવેલ કબજા ભોગવટા વાળા વરંડામાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂની કુલ બોટલો નંગ-૯૬ તથા બીયરના ટીન નંગ-૨૪ મળી કુલ કી.રૂ. ૩૧,૨૦૦ નો જથ્થો મળી આવતા આરોપી સામે મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી તપાસ હાથ ધરી છે.