મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાના માતૃશ્રી હીરા બા ના આજે શતાયુ જન્મ દિવસ અવસરે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુની શુભેચ્છા પાઠવી હતી. વડાપ્રધાને હીરાબાના ચરણ પાસે બેસીને માતૃશ્રીના ચરણ પખાલ્યા હતા તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.