શ્રી રામ સેવા ટ્રસ્ટની હળવદ પોલીસને રજૂઆત હળવદ : આજરોજ ગૌમાતા પર નિર્દયતાપૂર્વક હુમલો કરનારાઓને પકડી પાડી કડકમાં કડક સજા આપવા શ્રી રામ સેવા ટ્રસ્ટ દ્વારા હળવદ પોલીસને લેખિત રજૂઆત કરાઇ છે. રજૂઆતમાં જણાવ્યું છે કે અમો છેલ્લા ઘણા વર્ષોથી જીવદયાની પ્રવૃત્તિઓ કરીએ છીએ. જેથી આજે અમોને ગૌમાતા પર ગંભીર ઇજા થયાની જાણ થતા અમોએ તાત્કાલિક ધોરણે એમ્બ્યુલન્સ મોકલી ઘાયલ ગૌમાતાને ગૌશાળાએ લાવી પશુ ડોક્ટર દ્વારા સારવાર કરાવી હતી. આ ઘાયલ ગૌમાતાને જોતા કોઈ અસામાજિક નરાધમ તત્વોએ બંને પગમાં ધારીયા જેવા તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોય તેવું જણાતું હતું. ત્યારે આ ગૌમાતા પર નિર્દયતાપૂર્વક હુમલો કરનારાઓને વહેલી તકે પકડી પાડી કડકમાં કડક સજા આપવા અંતમાં માંગણી કરી છે.