મોરબી : મોરબી શહેરના વાવડીરોડ ઉપર ભગવતીપાર્ક સોસાયટીમાં પટેલવાડીની બાજુમાં રહેતા કડીયા કામ કરતા શ્રમિકના મકાનને નિશાન બનાવી તસ્કરો સોના - ચાંદીના દાગીના રોકડ સહિત રૂપિયા 65,500ની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરના વાવડીરોડ ઉપર ભગવતીપાર્ક સોસાયટીમાં પટેલવાડીની બાજુમાં રહેતા અને કડીયા કામ કરતા છોટાલાલ જીવરાજભાઇ પરમારના મકાનમાં અજાણ્યા તસ્કરો મકાનના તાળા તોડી કબાટમા રાખેલ સોનાના દાગીના સોનાની બુટી આઠ ગ્રામ કિમત રૂ.10 હજાર, સોનાની વીટી બે કિમત રૂ.10 હજાર, ઓમકાર સોનાનો રૂ.500, ચાંદીના ગ્લાસ, ચાંદીના સીકકા 5, ચાંદીની ગાય, ચાંદીનો પંજો, ચાંદીનો જુડો, કેડ કંદોરો, ચાંદીના ત્રણ લકી કિમત રૂ.20 હજાર તથા રોકડ રૂપીયા 20 હજાર મળી કુલ રૂ.65,500ની ચોરી કરી લઇ ગયા હતા. ચોરીના આ બનાવ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.