સ્વ. મહેશભાઈ ઉઘરેજાની પુણ્યતિથિએ પરિવારજનોએ સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનને આપ્યુ 14.14 લાખનું અનુદાન મોરબી : ઘણા બધા લોકોએ જીવન જ એવું જીવતા હોય છે કે એ મૃત્યુ પછી પણ એના કર્મોની સુવાસ ફેલાતી હોય છે. આવા જ એક સ્વજન સ્વ. મહેશભાઈ કેસવજીભાઈ ઉઘરેજા( ચંદન હાર્ડવેર વાળા)નું એક વર્ષ પહેલાં મૃત્યુ થયેલુ ત્યારે ઉઘરેજા પરિવારે તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે કીર્તિદાન ગઢવીનો લોક ડાયરો યોજી શહીદ પરિવારો અને અનાથ દીકરીઓના અભ્યાસ માટે સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અજય લોરીયાને 14 લાખ 14 હજારની રકમ અર્જુનભાઇ મહેશભાઈ ઉઘરેજા સહિતના પરિવારજનોએ અર્પણ કરી અને મહેશભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી