જો તમે ઓફિસેથી, કામના સ્થળેથી થાકીને આવ્યા હોય અને ઝટપટ બનતો નાસ્તો કરવા માંગતા હોય તો તમને આજે આવો જ એક નાસ્તો બનાવતા શીખવીશું. જેનું નામ છે દહીં સેન્ડવીચ. દહી સેન્ડવીચ પરિવાર સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. પોટેટો સેન્ડવીચ તો લગભગ દરેકને પસંદ હોય જ છે. પરંતુ સેન્ડવીચમાં પણ તમે કંઈક અલગ સ્વાદ ઈચ્છતા હો તો આ રેસિપી જરૂર ટ્રાય કરો. તો નોંધી લો ખૂબ જ ઓછી સામગ્રીમાં અને ઝટપટ તૈયાર થતી દહી સેન્ડવિચની રેસિપી... સામગ્રી:- 7 બ્રેડ સ્લાઇસ 2 કપ દહીં 2 ચમચી મેયોનિઝ સ્વાદાનુંસાર મીંઠુ 1 ચમચી કાળામરી 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ 3 ચમચી બટર 2 ઝીણું સમારેલા ટામેટાં 2 ચીઝ ક્યૂબ 2 ઝીણી સમારેલી ડુંગળી 2 કપ સ્વીટ કોર્ન 1 ઝીણું સમારેલું શિમલા મરચું બનાવવાની રીત:- દહીં સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ દહીંમાં મીંઠુ, મરચું, મેયોનિઝ, લીલા મરચાની પેસ્ટ નાંખીને બરાબર મિક્સ કરી લો. હવે ઉપરથી ગ્રેટેડ ચીઝ નાંખીને બરાબર મિક્સ કરી લો. પછી ડુંગળી, ટામેટા, કોથમીર, શિમલા મરચા, કોર્ન નાંખીને એક ગ્રેવી તૈયાર કરી લો. હવે બ્રેડ પર બટર લગાવો અને હળવા હાથે તવી પર મુકો. પછી 2 બ્રેડની અંદર તૈયાર કરેલું સ્ટફિંગ ભરો અને તવા પર શેકી લો. તો તૈયાર છે દહીં સેન્ડવીચ.