કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપ સરકાર ઉપર કિન્નાખોરીના આક્ષેપ સાથે દેખાવો કરી કલેકટરને આવેદન આપ્યું મોરબી : કોંગ્રેસના દિગજ્જ નેતા રાહુલગાંધીની ઇડી દ્વારા પૂછપરછ અને કાર્યવાહીને પગલે કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ભાજપ સરકારના ઈશારે રાહુલગાંધી સામે આવી કાર્યવાહી થઈ રહી હોવાના આક્ષેપ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેકટર કચેરી ખાતે ધરણા કરવામાં આવ્યા હતા અને કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોએ ભાજપ સરકાર ઉપર કિન્નાખોરીના આક્ષેપ સાથે દેખાવો કરી કલેકટરને આવેદન આપ્યું હતું. મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદેદારો તેમજ અગ્રણીઓ અને કાર્યકરોએ આજે કલેકટર કચેરી ખાતે ધરણા કરી ભાજપ સરકારના ઈશારે રાહુલ ગાંધી ઉપર ઇડીની કાર્યવાહી થતો હોવાનો આરોપ મૂકી આ અંગે વિરોધ નોંધાવ્યો હતો બાદમાં રાજ્યપાલને સંબંધોની પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ કલેકટરને આવેદન આપી જણાવ્યું હતું કે, નેશનલ હોરલ્ડ કેસમાં બી.જે.પી ની કિન્નાખોરી આધારિત કેન્દ્ર સરકારની તપાસ એજેન્સી E.D દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને ખોટી કનડગત અને માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે જે પૂર્વાગ્રહ આધારિત હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. લોકશાહી દેશમાં વિપક્ષ નેતાઓને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવાનું કામ વર્તમાન, કેન્દ્રની બી.જે.પી સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે.જે ભારત દેશની લોકશાહી માટે ખતરા રૂપ કહેવાય બીજું કે દિલ્હીમાં એ.આઈ.સી.સી.ના વડા મથકમાં પોલીસે બળપૂર્વક પ્રવેશ કર્યો હતો અને પ્રવેશતાની સાથે પોલીસે કોંગ્રેસ કાર્યકર્તાઓને બહેરહેમી માર મારીને વિપક્ષનો અવાજ દબાવાનો હીન પ્રયાસ કર્યો હોય આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.