શાળાઓમાં ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે આગમચેતી પગલા લેવા કલેકટરને આવેદન અપાયું મોરબી : ABVP મોરબી દ્વારા માળીયાની કન્યા છાત્રાલયમાં બનેલ દુર્ઘટના વિરૂદ્ધ તેમજ ભવિષ્યમાંમાં વિદ્યાર્થીઓને અકસ્માતનો ભોગ બનતા અટકાવવા આગમચેતી પગલા લેવા માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. મોરબી જિલ્લાના માળિયા તાલુકાની કન્યા શાળામાં વર્ષો જુનો ભોય ટાંકાની છતનો ભાગ તુટી પડતા શાળાની સાતથી આઠ વિધાર્થીનીઓ ભોય ટાંકામા પડી હતી, પણ સદનસીબે જાનહાનિ થઈ નથી પણ જર્જરિત ટાંકાને કારણે બનેલી ધટના લાલબત્તી સમાન છે કદાચ આ વિદ્યાર્થીઓને કંઈ થયું હોત તો તેનું જવાબદાર કોણ? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા કલેક્ટરને માંગ કરવામાં આવી કે મોરબી જિલ્લામાં આવેલ તમામ શાળાઓ સરકારી તેમજ ખાનગીમા લટકતી છતો કે પછી અકસ્માત સર્જી શકે તેવી કોઈપણ જોખમકારક બાબતો જે મોજુદા શાળામાં હોય તો તેને તાત્કાલિક અસરથી દુર કરાવવી ભવિષ્યમાં અકસ્માત ન સર્જાય તેમજ વિદ્યાર્થીઓનાં જાનનું જોખમ ઉભુ ન થાય તેવા પગલા તુરંત લેવા ABVPના મોરબી નગર મંત્રી વિશ્વરાજસિંહ જાડેજાએ માંગ કરી છે.