મોરબી : મોરબીના જલારામ મંદિર હોલમાં વૈષ્ણવચાર્ય પૂ. જયદેવલાલજી મહોદયના શ્રી મુખેથી તા.18ને શનિવારે અને તા.19ને રવિવાર એમ બે દિવસ ગોપી ગીતનો ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. આ દરમિયાન પૂ. જયદેવલાલજી મહોદય 19મીએ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ પણ આપવાના છે. વૈષ્ણવચાર્ય પૂ.જયદેવલાલજી મહોદય તા.19ને રવિવારના રોજ બ્રહ્મસબંધ આપશે. જે વેષ્ણવોએ બ્રહ્મસંબંધ લેવાનું હોય તેઓએ પોતાનું નામ શ્રી સાત સ્વરૂપ હવેલી ખાતે ઓફિસમા લખાવવાનું રહેશે. બાદમાં આગલે દિવસે વ્રત કરી સવારે 8 વાગ્યે નટુભાઈ સોનીના ઘરે શક્તિ પ્લોટ નં. 2 મા બ્રહ્મસંબંધ માટે આવવાનું રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.