ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક હોનેસ્ટ હોટલ પાસે એક્ટિવા સ્લીપ થતા એક્ટિવા પાછળ બેઠેલા મોરબીના રહીશનું મૃત્યુ નિપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ - મોરબી હાઇવે ઉપર લજાઈ ચોકડી નજીક હોનેસ્ટ હોટલ પાસે ગત તા.26 મે ના રોજ એક્ટિવા સ્લીપ થતા એક્ટિવા પાછળ બેઠેલા મોરબી લીલાપર રોડ ઉપર નીલકમલ સોસાયટીમાં રહેતા દિનેશભાઇ પરમારનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે એક્ટિવા ચાલક ધનજીભાઇ મગનભાઇ મકવાણા વિરુદ્ધ મૃતક દિનેશભાઇના પુત્ર ચેતનભાઇ દિનેશભાઇ પરમારે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.