મોરબી : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે સોશ્યલ મિડિયાના હોદ્દેદારોને NFC કાર્ડનુ વિતરણ કરવામા આવ્યુ હતું. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા , ગુજરાત ભાજપ સોશિયલ મિડિયા વિભાગના કારોબારી સભ્ય પારસભાઇ સોની તથા કિશનભાઇ પરમાર , સૌરાષ્ટ્ર ઝોનના સહ ઇન્ચાર્જ અનિલભાઇ જેઠલોજા, મોરબી જિલ્લા ઇન્ચાર્જ જતિનભાઇ ફુલતરીયા ઉપસ્થિત રહ્યા હતા.