નવા સત્રના પ્રારંભે 2 હજાર જેટલા રોપાનું વિતરણ કરાયું ઉમદા કાર્યથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં સ્કૂલનું વાતાવરણ ખુશનુમા બની ગયું મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સાર્થક વિદ્યામંદિર સ્કૂલમાં પર્યાવરણના જનત સાથે નવા સત્રની શુભ શરૂઆત કરવામાં આવી હતી. જેમાં સાર્થક સ્કૂલ દ્વારા નવા સત્રના પ્રારંભે 2 હજાર જેટલા વૃક્ષોના રોપાનું વિતરણ કરાયુ હતા. ઉમદા કાર્યથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં સ્કૂલનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. મોરબી સામાંકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિર શાળામાં 2000થી વધુ રોપાનું નિઃશુલ્ક વિતરણ કરીને નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હતો. હાલમાં 2000 વિતરણ કર્યા છે અને હજુ બીજા 2000 રોપા વિતરણ થશે.એમ કુલ 4000 રોપામાં આસોપાલવ, ચીકુ, દાડમ , લીંબુ, બોરસલી, કરંજ વગેરેનો સમાવેશ થાય છે. સાર્થક સ્કૂલે આ રીતે પર્યાવરણ બચાવોનો ઉમદા મેસેજ આપ્યો છે.