મોરબી : મોરબીના પિતા-પુત્રની જોડીએ કલા મહાકુંભમાં ગિટાર વાદનમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવી સમગ્ર મોરબીનું નામ રોશન કર્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત રાજ્યકક્ષાના કલામહાકુંભમાં સીનીયર વિભાગમાં મોરબીના ડો.મેહુલ શેઠ ગિટાર વાદનમાં પ્રથમ અને જુનિયર વિભાગમાં હર્મન શેઠે ગિટાર વાદનમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને કલા પ્રેમીઓ તરફથી અભિનંદન મળી રહ્યા છે.