મોરબી : આવતીકાલ તારીખ 17/6/2022 ના રોજ ચાંદલીયા વાળા મામાદેવનો નવરંગો માંડવો રામકો વિલેઝ સોસાયટી, હળવદ રોડ, ઘુંટુ રોડ, મોરબી ખાતે યોજાશે. આ અવસરે માંગલિક પ્રસંગોમાં પ્રસાદ આવતીકાલે સાંજે 6:00 કલાકે તેમજ ડાક ડમરૂ રાત્રે 9:00 કલાકે શરૂ થશે. ભુવા યુવરાજસિંહ રાઠોડ, પંચના ભુવા લખનભાઈ મકવાણા, કૌશિકભાઈ સોની તથા રાવળદેવ ભાવેશભાઈ ગજજર અને તેના સાથીમિત્રો ડાક ડમરૂની રમઝટ સાથે મામાદેવને વી રિઝવશે. ભવ્યાતિભવ્ય આયોજનમાં ચાંદલીયા વાળા મામાદેવ મિત્ર મંડળ ઉપરાંત અન્ય સ્વયંસેવક મંડળનો પણ સહયોગ સાંપડ્યો છે. આ ધર્મોત્સવનો સર્વે ભાવિકોને લાભ લેવા જાહેર અનુરોધ કરાયો છે.